આણંદ શહેર: સરદાર પટેલ મેમોરિયલ હોલ કરમસદ ખાતે વંદે માતરમ્ રાષ્ટ્રગીતના ૧૫૦ વર્ષની ગૌરવભેર ઉજવણી કરાઈ
ભારતના રાષ્ટ્રગીત “વંદે માતરમ્” ની રચનાને ૭ મી નવેમ્બર ના રોજ ૧૫૦ વર્ષ પૂર્ણ થવા નિમિત્તે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ રાષ્ટ્રવ્યાપી ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેના ભાગરૂપે સરદાર પટેલ મેમોરિયલ હોલ, કરમસદ ખાતે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી હસમુખભાઈ પટેલની અધ્યક્ષતામાં જિલ્લા કક્ષાના કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી.