ગોધરા: વિશ્વ આદિવાસી અધિકાર દિવસ નિમિત્તે આદિવાસી સમાજે વિવિધ માંગણીઓને લઈને જિલ્લા સેવાસદન કચેરી ખાતે આવેદનપત્ર આપ્યું
વિશ્વ આદિવાસી અધિકાર દિવસ નિમિત્તે આદિવાસી સમાજે જિલ્લા સેવાસદન ખાતે કલેક્ટર મારફતે રાજ્ય સરકારને આવેદનપત્ર આપ્યું. આવેદનમાં જણાવાયું કે યુએન દ્વારા 2007માં ઘોષિત અધિકારો છતાં ભારતમાં આદિવાસીઓ પર શોષણ ચાલુ છે. મુખ્ય માંગણીઓમાં પેસા કાયદાનો અમલ, નગરપાલિકામાં જોડાયેલા ગામોને ગ્રામપંચાયતનો દરજ્જો, જળ–જંગલ–જમીન પર અધિકાર, વિસ્થાપિતોને જમીન-ઘર-સુવિધાઓ, બોગસ જાતિપ્રમાણપત્ર સામે કાર્યવાહી, સરકારી શાળા-હોસ્પિટલ મજબૂત બનાવવી, બેરોજગાર ભથ્થું, પેન્શન વધારો