હાલોલ: પાવાગઢમાં આસો નવરાત્રીના આઠમા નોરતે ભક્તોનો ભારે ઘસારો,વાદળછાયા વાતાવરણમાં ભક્તોએ માતાજીના દર્શન કર્યા
પાવાગઢ ખાતે આજે આસો નવરાત્રીના આઠમા નોરતે વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ વચ્ચે મોટી સંખ્યામાં માતાજીના ભક્તોએ મા કાલિકાના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી આજે મંગળવાર ની વહેલી સવારે ભક્તોના ભારે પ્રવાહને ધ્યાનમાં લઇ મંદિર ટ્રસ્ટ દ્વારા નિજ મંદિરના દ્વાર સવારે 5 કલાકે ભક્તોના દર્શન માટે ખુલ્લા મુકાયા હતા નીજ મંદિરના કપાટ ખુલતા મંદિર પરિસર ખાતે ભક્તોએ જય માતાજીના ભારે ઘોષ થી મંદિર પરિસર ગુંજી ઉઠ્યું હતું