આજરોજ સાંજે પાંચ કલાકે મળતી માહિતી મુજબ કાલોલ બ્લોક હેલ્થ ઓફિસર ડૉ. નિમેશ દોશીએ જણાવ્યું હતું કે ફિઝિયો વિભાગની ફાળવણી સાથે ગત વર્ષે સરકાર દ્વારા એક ડોકટરની નિમણૂક કરવામાં હતી પરંતુ એ ડોકટર ગત ૧૭/૦૪/૨૦૨૫ના રોજથી તેમની બદલી મુજબ જતા રહ્યા છે.જે ખાલી જગ્યા અંગે જિલ્લા આરોગ્ય વિભાગને સંજ્ઞાન આપેલ છે તેમ છતાં નવી કોઈ ભરતીના અભાવે પાછલા નવ મહિનાથી આ વોર્ડ ખાલી પડ્યો છે.