દસાડા: પાટડી તાલુકા પંચાયતની જર્જરીત બિલ્ડીંગને પાડી નવી તાલુકા પંચાયત બનાવવા માટે સરકાર દ્વારા 5 કરોડ મંજુર કરાયા
દસાડા તાલુકામાં આવેલ પાટડી તાલુકા પંચાયત નું બિલ્ડીંગ ઘણા સમયથી જર્જરિત હાલત થઈ ગયેલ છે ત્યારે બિલ્ડીંગને નવીનીકરણ કરવા માટે ધારાસભ્ય પી.કે.પરમાર ને રજુઆત કરવામાં આવી હતી જે રજૂઆતને અનુલક્ષીને ધારાસભ્ય ધ્વારા સરકારને રજુઆત કરતા તેઓની રજુઆત ને ધ્યાને લઈને પાટડી તાલુકા પંચાયતના નવીનીકરણ માટે અંદાજીત પાંચ કરોડ ફાળવ્યા હોવાની માહિતી સૂત્રો પાસેથી પ્રાપ્ત થઈ હતી.