મહુવા: કુબેર બાગમાં PGVCLની કામગીરી દરમિયાન વિશાળ વૃક્ષ વીજપોલ પર ધરાશાયી
કુબેર બાગ વિસ્તારમાં આજે PGVCL દ્વારા ચાલી રહેલી વીજ કામગીરી દરમિયાન એક વિશાળ વૃક્ષ અચાનક વીજપોલ પર પડી જતા વિસ્તારમાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. વૃક્ષ ધરાશાયી થતાં વીજપોલ અને વાયરને નુકસાન પહોંચ્યું હતું, જ્યારે મુખ્ય માર્ગ પર વાહનવ્યવહાર સંપૂર્ણ રીતે ખોરવાઈ ગયો હતો. ઘટનાને પગલે રસ્તા પર બંને બાજુ વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી અને વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ઘટનાની જાણ થતા PGVCLની ટીમ તેમજ સ્થાનિક તંત્ર તાત્કાલિક સ્