મોરવા હડફ: મોરવા હડફ તાલુકાના ભાઠા ગામે નાની વાતે થયેલી મારામારીમાં યુવાનનો દુર્ભાગ્યે નિપજ્યું મોત
મોરવા હડફના ભાઠા ગામના ધર્મેન્દ્રભાઈ સુથાર ગઈ કાલે સાંજના સુમારે કાકાના દીકરા ઝાલાભાઈ સુથાર પાસેથી મોટરસાયકલની ચાવી લેવા ગયેલા.તે દરમિયાન જયદીપ રાવળ નામના વ્યક્તિ સૂતેલા હતા.ચાવી લેતી વખતે ધર્મેન્દ્રભાઈનો હાથ જયદીપને અડી જતા જપાઝપી કરી હતી થોડા સમય બાદ જયદીપ રાવળ પોતાના ઘરેથી હાથમા પથ્થર લઈને આવી ધર્મેન્દ્રભાઈને તુ મને ગાળ કેમ બોલ્યો એમ કહી માથાના ભાગે પથ્થર મારી દેતા મોત નીપજ્યુ હતુ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે