મળતી માહિતી મુજબ કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકામાં આવેલ કડોલના રણમાં વનકર્મી પર અજાણ્યા શખ્સોએ ટ્રેક્ટર ચડાવવાનો પ્રયાસ કર્યો હતો. કડોલના રણમાં મોડી રાત્રે અજાણ્યા શખ્સો ટ્રેક્ટર લઈ અગર માટેના પાળા બનાવી રહ્યા હતા. ત્યારે ફોરેસ્ટ વિભાગની ટીમ રોકવા જતા અજાણ્યા આરોપીઓએ વનકર્મી પર ટ્રેક્ટર ચડાવવાનો પ્રયાસ કર્યો હતો.