કાલાવાડ: ટોડા ગામ અને મોરબીના મીતાણા ગામે કેબલ વાયરની ચોરી મામલે DySp એ વિગતો આપી
જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના ટોડા ગામે કેબલ વાયર તેમજ મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના મીતાણા ગામે પવનચક્કીના કેબલ વાયર ચોરી થયાની ઘટના સામે આવી હતી. કાલાવડ પોલીસ મથકમાં આ ચોરી મામલે અજાણ્યા તસ્કરો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. પોલીસે જુદી જુદી દિશામાં તપાસ હાથ ધરી અને છ તસ્કરોને ઝડપી લઇ કાર્યવાહી કરવામાં આવી છે.