કુંવરદા ગામમાં એક એપાર્ટમેન્ટના પારિ્કંગમાંથી 60 હજાર રૂપિયાની કિંમતની મોપેડ ચોરાઈ ગઈ છે. આ મામલે કોસંબા પોલીસે અજાણ્યા ચોર વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. કુંવરદા ગામમાં તક્ષશીલા સ્કૂલ સામે આવેલા સ્વસ્તીક એપાર્ટમેન્ટના બી-1 માં બીજા માળે 202 નંબરના ફ્લેટમાં રહેતા 33 વર્ષીય કવીચંદ રામપલટ પાલ લોન એજન્ટ તરીકે કામ કરે છે. તેઓ મૂળ ઉત્તર પ્રદેશના જોનપુર જિલ્લાના બખોપુર ગામના વતની છે.