પુણા: અલથાણ માં માતા પુત્રનો આપઘાત મામલો,પોલીસે પૂજા પટેલ વિરુદ્ધ હત્યા નો ગુનો નોંધ્યો,કારણ અંકબંધ
Puna, Surat | Sep 15, 2025 સુરતના અલથાણ આવેલી હાઇરાઇઝ બિલ્ડીંગ ના 13 માં માળેથી પૂજા પટેલ નામની પરિણીત મહિલાએ પોતાના માસુમ ત્રણ વર્ષના બાળક જોડે પડતું મૂકી આપઘાત કરી દીધો હતો. સમગ્ર ઘટના જે તે સમયે સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. સીસીટીવી ફૂટેજ ના આધારે પોલીસે તપાસ આરંભી હતી. તપાસ દરમિયાન પુજા પટેલ ના આપઘાત અને બાળકના મોત વચ્ચે માત્ર 13 સેકન્ડ નો અંતર હતું. જ્યાં પુત્રને સૌપ્રથમ ઉપરથી ફેંકી પોતે આપઘાત કર્યો હતો.જ્યાં પૂજા પટેલ વિરુદ્ધ હત્યાનો ગુનો નોધી તપાસ આરંભી છે.