ડાયમંડ સિટી કહેવાતા સુરતમાં પાલિકા દ્વારા સ્વચ્છતા ની મોટી વાતો કરવામાં આવે છે. પરંતુ સુરતના પાંડેસરા કૈલાશ ચોકડી વિસ્તારમાં જાહેરમાં કચરાના ઢગ જોવા મળતા સ્થાનિક લોકો ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે. લોકોના આક્ષેપ છે કે વારંવાર કચરાના ઢગને લઈ અધિકારીઓને રજૂઆત કરવામાં આવી છે. છતાં રજૂઆતને ધ્યાને લેવામાં આવતી નથી. જેના કારણે સ્થાનિક પ્રજા ભારે પરેશાની અને મુશ્કેલી વેઠી રહી છે.લોકો કરોડોનો ટેક્સ ચૂકવે છે, છતાં લોકોને મૂળભૂત પાયાની સુવિધા આપવામાં આવતી નથી.