ચુડા: છત્તરીયાળા-રામદેવગઢ માર્ગો પર દબાણ યુક્ત બાવળની ઝાળી ઝાંખરા હટાવવાની કામગીરી હાથ ધરાતા લોકોમાં રાહત #Jansamasya
ચુડાના ગ્રામ્ય વિસ્તારમાં પાયાગત સુવિધા સાથે વિકાસના કામો હાથ ધરાયા છે.ગામડાઓ જોડતા માર્ગો પર બંને સાઇડોમાં છેલ્લા ઘણા સમયથી મરમત ન થતા બાવળ ઝાળી ઝાંખરાઓ વધી જતા નાના વાહનોને ભારે હાલાકી પડતી હતી. તંત્ર દ્વારા 4 નવેમ્બર સવાર થી ચુડા છત્તરીયાળા, ચાચકા, ગોખરવાળા, રામદેવગઢ ના માર્ગો પર દબાણ યુક્ત બાવળ ઝાળી ઝાંખરા હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. વિરજા રમેશભાઇ સિંઘાભાઇ ભરવાડ, ભરતભાઈ, પ્રભુભાઇ ગાબુ એ સહકાર આપ્યો હતો.