રાપર: રાપર પોલીસે નવરાત્રીને અનુલક્ષીને બેઠક બોલાવાઇ
Rapar, Kutch | Sep 20, 2025 આગામી તહેવારોને અનુલક્ષીને બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડીયા અને પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમારની સુચનાથી રાપર પીઆઈ જે.બી.બુબડીયાના અધ્યક્ષ સ્થાને રાપર પોલીસ મથક હેઠળના રાપર શહેર અને ૪૫ ગામોમાં આગામી નવરાત્રી મહોત્સવ અંતર્ગત વિવિધ સુચનાઓ આપવા માટે તમામ નવરાત્રી મંડળની બેઠક બોલાવી હતી જેમાં સીસીટીવી કેમેરા, પાર્કિંગ વ્યવસ્થા રાખવા સાથે એનડીપીએસ તથા સાયબર ક્રાઈમ ને લગતા બેનરો લગ લગાવવા માટે જે તે નવરાત્રી મંડળમાં સ્વયંસેવક રાખવા માટે સુચનાઓ અપાઇ હત