ભાભર: ભાભર નગર પાલિકા માં પી.એમ.સ્વનીધી યોજના અંતર્ગત લોક કલ્યાણ મેળા નું આયોજન કરવામાં આવ્યું
ભાભર નગર પાલિકા ના પ્રશાંત દીન દયાળ મીટીંગ હોલ ખાતે ચીફ ઓફિસર. પ્રમુખ. કારોબારી અધ્યક્ષ. નગર પાલિકાના સદસ્યો તથા નગરપાલિકા ના કર્મચારીઓ હાજરી માં શહેરી વિકાસ વર્ષ ૨૦૨૫ અન્વયે PM SVANIDHI યોજના અંતર્ગત લોક કલ્યાણ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિવિધ બેંકના મેનેજરો ઉપસ્થિતિ માં શહેરી ફેરીયાઓને PM SVANIDHI ૨.૦ ની (સમાજ સંગઠક નગરપાલિકા ભાભર) દ્રારા વિસ્તુત સમજણ આપવામાં આવી અને લોક કલ્યાણ મેળા ને ખુલ્લો મુકવામાં આવ્યો હતો