ઉધના: શહેરના લિંબાયતમાં પતિ અને મકાન માલિકે તાળું તોડી ઘરનો સામાન બહાર ફેંક્યો, CCTV તોડી નુકસાન કર્યું; પરણીતાએ ફરિયાદ કરી
Udhna, Surat | Oct 2, 2025 સુરત: શહેરના ગોપીપુરા વિસ્તારમાં રહેતી એક પરિણીતાએ તેના પતિ અને મકાન માલિક વિરુદ્ધ લિંબાયત પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, પતિએ મકાન માલિક સાથે મળી બંધ મકાનનું તાળું તોડી ઘરવખરીનો સામાન બહાર ફેંકી દીધો હતો, CCTV કેમેરા તોડી નાખી રૂપિયા 35,000નું નુકસાન કર્યું હતું, અને રોકડ રકમ તેમજ CCTVનું DVR ચોરી લીધા હતા. આ ઉપરાંત, પરણીતાને એલફેલ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.