ખંભાળિયા: ખરા ટાણે જ વીજ ધાંધિયા; આથમણાબારા ગામના લોકો મોરચો લઈને ખંભાળિયા PGVCL કચેરીએ પહોંચ્યા.
મગફળીના પાકમાં અત્યારે પાણીની જરૂરિયાત છે ત્યારે ખરા ટાણે જ વીજળીના ધાંધિયા ધરતીપુત્રો માટે માથાનો દુઃખાવો બન્યા છે. એવામાં ખંભાળિયા તાલુકાના આથમણાબારા ગામના ખેડૂતોએ ખંભાળિયા વીજ કચેરીનો ઘેરાવ કર્યો અને વહેલી તકે વીજ સમસ્યાનું નિવારણ આવે તેવી રજૂઆત કરી.આ વિગતો સાંજે 6 વાગ્યે થી મળેલ છે.