અવકાશી યુદ્ધ એવા ઉતરાયણ પર્વ ને લઈ હાલોલ નગર સહીત તાલુકામાં પતંગ રસિકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. વહેલી સવાર થી જ કાઇપો છે,એ લપેટ નાં ગગન ભેદી નારાથી સમગ્ર વાતાવરણ ગૂંજી ઉઠ્યું હતું. પ્રતિ વર્ષ કરતા આ વર્ષે પવન ની ગતિ ઓછી હોવાથી પતંગ ચકાવવા માટે લોકોને ઠુમકા મારવા પડ્યા હતા.જોકે ઢળતી સાંજે પવન ફુંકાતા લોકમાં ઉત્સાહ જોવા મળ્યો હતો.