ડેડીયાપાડા: સાયલા ગામે ખેડૂત મહાસંમેલનમાં ડેડીયાપાડા ના ધારાસભ્ય ચૈત્રરભાઈ વસાવા એ અનોખા અંદાજમાં ખેડૂતો માટે અવાજ ઉઠાવ્યો.
આ મહા સંમેલનમાં ડેડીયાપાડા ના ધારાસભ્ય ચૈત્રરભાઈ વસાવા એ જણાવ્યું કે આ જગતનો તાત ખેડૂતો જ્યારે પોતાના હક અને માંગણી માટે લડી રહ્યો છે ત્યારે આ સરકાર તેમની સામે પડકાર ઉભો કરી રહી છે અને ખેડૂતોને રડાવી રહી છે ત્યારે હું આ સરકારને પણ જણાવવા માંગુ છું કે તમે મંત્રીમંડળ બદલશો તો પણ કોઈ ફરક પડકતો નથી અમે આખી સરકાર બદલવા માટે તૈયાર રહીશું