વઢવાણ: સુરેન્દ્રનગર એસટી ડેપોમાંથી મહિલાનું 6 લાખની મત્તા ભરેલ પર્સની ચોરી
સુરેન્દ્રનગર એસ.ટી.બસ સ્ટેન્ડમાં ધ્રાંગધ્રા-ધંધુકા એસ.ટી.બસના એક મહિલા મુસાફરના રોકડ સહિતના મુદ્દામાલની ચોરીનો બનાવ બનતા ચકચાર.સુરેન્દ્રનગર એસ.ટી.બસ સ્ટેન્ડ થી બસ ઉપડ્યા બાદ વઢવાણ રોડ પર કંડક્ટરે મહિલા મુસાફર પાસે ટિકિટના રૂપિયા માંગતા મહિલાને થઈ જાણ. મહિલા મુસાફરનો રોકડ અને સોનાના દાગીના સહિત અંદાજે રૂ.૦૬ લાખ મુદામાલ ભરેલ બેગ લઈ અજાણ્યો શખ્સ નાશી છૂટ્યો.વઢવાણ બસ સ્ટેન્ડમાં તમામ મુસાફરો અને માલ સામાનનું ચેકીંગ કરવામા આવ્યું.