ધરમપુર: તાલુકાના હનુમાન ફળિયા ખાતે આવેલા જલારામ મંદિર ખાતે જલારામ જયંતિ ની ભવ્ય ઉજવણી કરાઈ
બુધવારના 2 કલાકે આયોજન કરતાએ આપેલી વિગત મુજબ આજરોજ સમગ્ર ગુજરાતમાં જલારામ જયંતીની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે ધરમપુર તાલુકામાં હનુમાન ફળિયા ખાતે આવેલા જલારામ મંદિર ખાતે જલારામ જયંતિ ની ઉજવણીના ભાગરૂપે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સાથે જ મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. વહેલી સવારથી જલારામ બાપાના દર્શન કરવા માટે ભક્તો ઉંટી રહ્યા હતા.અને ધાર્મિક કાર્યક્રમનું આયોજન પણ કરવામાં આવ્યું છે.