અડાજણ: શહેરના ચોકમાં વિધર્મીએ વીડિયો કોલમાં કપડાં ઉતરાવ્યાં, વાયરલની ધમકી આપી રૂ. ૬૬ હજાર પડાવ્યા
Adajan, Surat | Oct 3, 2025 સુરત શહેરમાં ઈન્સ્ટાગ્રામ એપ્લિકેશનના માધ્યમથી મિત્ર બનેલા અલીગઢનો મોહંમદ જીશાને વેડ રોડની સગીરાને વીડિયો કોલમાં કપડાં ઉતારવા ઉત્સાહિત કર્યા બાદ તેનું રેકોર્ડિંગ કરી લીધું હતું.લગ્ન માટે જીદ્દ કરનાર આ સગીરા નીચી જ્ઞાતિ હોવાનું જણાવી અપમાનિત કરવાની સાથે વિડીયો વાયરલ કરવાની ધમકી આપી ટુકડે ટુકડે ૬૬૦૦૦ રૂપિયા પડાવી લીધા હતા.વેડ રોડ માં રહેતી ર૦ વર્ષીય યુવતી ૨૦૨૧માં સગીર હતી ત્યારે ઇન્સ્ટાગ્રામ એપ્લીકેશનથી અલીગઢનાં મોહંમદ જીશાન સાથે પરિચયમાં આવી હતી.