રાજુલા: ધારાસભ્ય હીરાભાઈ સોલંકી દ્વારા કેન્દ્રને પત્ર – રાજુલાના ચાર માર્ગોના પુનર્નિર્માણ માટે CRF ગ્રાન્ટની માંગ
Rajula, Amreli | Dec 3, 2025 રાજુલા–જાફરાબાદ–ખાંભા વિસ્તારના ધારાસભ્ય હીરાભાઈ સોલંકીએ કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીને પત્ર લખ્યો છે. આ પત્રમાં રાજુલા તાલુકાના ચાર મહત્વપૂર્ણ માર્ગોના પુનર્નિર્માણ માટે સેન્ટ્રલ રોડ ફંડ (CRF) અંતર્ગત ગ્રાન્ટ મંજૂર કરવાની વિનંતી કરી છે. આ માંગનો હેતુ તાલુકાના સર્વાંગી વિકાસને ગતિ આપવાનો અને ગ્રામ્ય વિસ્તારોમાં પરિવહન સુવિધાઓને વધુ સુગમ બનાવવાનો છે.