રાષ્ટ્રીય એક્તા પદયાત્રામાં નિમિતે ગુજરાતના આંગણે વિવિધ રાજ્યોના યુવાનો ઉપસ્થિત રહ્યા હતા.૨૬ નવેમ્બર ના રોજ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં શાસ્ત્રી મેદાન, આણંદ થી શરૂ કરવામાં આવેલ પદયાત્રામાં વિવિધ રાજ્યોમાંથી યુવાઓ ઉત્સાહપૂર્વક જોડાયા હતા.હિમાચલ પ્રદેશ, પંજાબ, ઓડિશા અને ઉત્તર પ્રદેશ થી આવેલા યુવાઓએ રાષ્ટ્રીય એક્તા પદયાત્રામાં જોડાઈને ગૌરવની લાગણી વ્યક્ત કરી હતી.