અંકલેશ્વરની ઉમા ભવન રેલવે ફાટક નજીક સોમવારની સમી સાંજના સમયે અકસ્માત સર્જાયો હતો પૂરઝડપે દોડતી ટ્રકના ચાલકે બાઈક ચાલકને ટક્કર મારતા તેને ગંભીર ઈજા પહોંચી હતી. આ અકસ્માતના પગલે લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા. તો બીજી તરફ યુવાનને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. જો કે સારવાર મળે તે પૂર્વે જ યુવાનનું મોત નિપજ્યું હતું.બનાવની જાણ થતાની સાથે જ પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો હતો.