ખેડબ્રહ્મા: શહેરમાંથી ફૂડ વિભાગ દ્વારા દિવાળી પૂર્વે ખાદ્ય ચીજોના પરીક્ષણ માટે ૨૭ જેટલા નમૂના લેવાયા
ગઈકાલ સાંજે 7 વાગે મળતી માહિતી મુજબ દિવાળીના તહેવારને હવે ગણતરીના જ દિવસો બાકી છે ત્યારે સાબરકાંઠા જિલ્લામાં ખાદ્ય ચીજ વસ્તુઓની ગુણવત્તા ચકાસવા માટે ફુડ વિભાગ દ્વારા ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જેમાં ખેડબ્રહ્મા શહેરમાંથી અલગ અલગ જગ્યાએથી 27 જેટલા ખાદ્ય નમૂના લેવામાં આવ્યા હતા. ત્યારે આ તમામ નમૂનાઓને પરીક્ષણ અર્થે લેબોટરીમાં મોકલી દેવામાં આવ્યા છે. જેના રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે.જેને લઇને હાલ તો વેપારીઓમાં ફફડાટ જોવા મળ્યો છે.