મોરબી: મોરબી સરદારબાગ પાસે ગટર ઉભરાતા લોકો પરેશાન #jansamasya
Morvi, Morbi | Sep 26, 2025 મોરબી શહેરમાં એક તરફ મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે ત્યારે બીજી તરફ મોરબીના સરદાર બાગ પાસે ગટરનું ઢાંકણું તુટી જતા ગટરનું ગંદું પાણી રોડ પર વહી ગંદકી ફેલાવી રહ્યું છે જેના કારણે ત્યાંથી પસાર થતા વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે આ ગટરનું ઢાંકણું તાત્કાલિક નવુ નાખવા લોક માંગ ઉઠી છે.