આણંદ શહેર: અજરપુરા ખાતે બાગાયતી પાકોમાં મૂલ્યવર્ધનની શકયતાઓ વિષયક એક દિવસીય પરિસંવાદ યોજાયો
"ગ્રો મોર ફ્રૂટ કોપ અભિયાન"અંતર્ગઅજરપુરા ખાતે બાગાયતી પાકોમાં મૂલ્યવર્ધનની શકયતાઓ વિષયક એક દિવસીય પરિસંવાદ યોજાયો હતો. નાયબ બાગાયત નિયામકની કચેરી આણંદ દ્વારા આણંદ તાલુકાના અજરપુરા ગામે આવેલ એગ્રી બિઝનેસ સેન્ટર ખાતે ગ્રો મોર ફ્રૂટ કોપ અભિયાન અંતર્ગત બાગાયતી પાકોમાં મૂલ્યવર્ધનની શક્યતાઓ વિષયક એક દિવસીય પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું.આ પરિસંવાદમાં બાગાયતી પાકોમાં મૂલ્યવર્ધન, કેળના છોડમાંથી બનતી વિવિધ બનાવટો અંગે વિસ્તૃત માહિતી અપાઈ હતી.