BAPS સ્વામિનારાયણ સંસ્થાના વર્તમાન ગુરુહરિ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના ૯૨મા જન્મોત્સવ ઉપલક્ષમાં એક અભૂતપૂર્વ આધ્યાત્મિક સિદ્ધિ હાંસલ કરવામાં આવી છે. સંસ્થા દ્વારા આયોજિત 'સત્સંગ દીક્ષા' ગ્રંથના મુખપાઠ અભિયાનમાં દેશ-વિદેશના હજારો બાળકો જોડાયા હતા. કેશોદના બાળકોનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.