ભુજ: ભુજમાં ૧૮૧ અભયમ ટીમની સતર્કતા, ફૂટપાથ પર મળેલી બે દીકરીઓને પરિવાર સાથે મિલાપ કરાવ્યો
Bhuj, Kutch | May 10, 2026 ભુજ ખાતે રાત્રે આશરે ૧૨:૩૦ વાગ્યે એક જાગૃત નાગરિક દ્વારા ૧૮૧ મહિલા હેલ્પલાઈનને જાણ કરવામાં આવી હતી કે ફૂટપાથ પર આશરે ૪ થી ૫ વર્ષની બે દીકરીઓ એકલી સૂતી હાલતમાં છે. માહિતી મળતાં જ ૧૮૧ અભયમ ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી દીકરીઓને સુરક્ષિત રાખી પૂછપરછ હાથ ધરી હતી. બાદમાં રેલવે સ્ટેશન નજીક વિસ્તારમાં શોધખોળ કરી બંને દીકરીઓના માતા-પિતાનો પત્તો મેળવી તેમને સહીસલામત પરિવાર સાથે મિલાપ કરાવ્યો હતો.