સાવરકુંડલા ટાઉન પોલીસે “MISSION SMILE” અંતર્ગત પ્રાથમિક શાળાના નાનાં બાળકો માટે મહત્વપૂર્ણ જાગૃતિ કાર્યક્રમ યોજ્યો. બાળકોને સુરક્ષિત સ્પર્શ (Good Touch) અને અસુરક્ષિત સ્પર્શ (Bad Touch) અંગે સરળ અને સમજી શકાય તેવી ભાષામાં સમજ આપવામાં આવી.બાળ સુરક્ષા, જાગૃતિ અને આત્મવિશ્વાસ વધે તે હેતુથી પોલીસ ટીમે બાળકો સાથે સંવાદ કર્યો અને અવાંછિત પરિસ્થિતિમાં કેવી રીતે વલણ અપનાવવું તેના માર્ગદર્શન પણ આપ્યું.