શહેરા: પસનાલ ગામેથી પસાર થતી કુણ નદી પર રૂપિયા ૮.૨૦ કરોડના ખર્ચે બનનાર બ્રિજનું ખાતમુહૂર્ત કરાયું હતું
શહેરા તાલુકાના પસનાલ ગામ પાસેથી પસાર થતી કુણ નદી પર મીઠાલી અને નવાગામ સહિત આસપાસના ૬ થી વધુ ગામોને જોડતો બ્રિજ બાંધવા માટે સરકાર દ્વારા રૂપિયા ૮.૨૦ કરોડની રકમ મંજુર કરવામાં આવતા ભાજપના પદાધિકારીઓ દ્વારા હોદ્દદારો અને અધિકારીઓની ઉપસ્થિતીમાં ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.