દસાડા તાલુકાના વડગામ સબસેન્ટર ખાતે આરોગ્ય વિભાગ દ્વારા સગર્ભા બહેનોની સુખાકારી અને સરકારી યોજનાઓના સીધા લાભ મળી રહે તે હેતુસર આરોગ્ય કેમ્પનું આયોજન કરાયું આ કેમ્પમાં વડગામ સરપંચ ભરતભાઇ રાઠોડ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા ત્યારે આ કેમ્પ દરમ્યાન સગર્ભા બહેનોનું હિમોગ્લોબીન, વજન, બ્લડપ્રેસરની તપાસ કરવામાં આવી ત્યારે આયુષ્યમાંન ભારત યોજના અંતર્ગત નવા કાર્ડ પણ કાઢવામાં આવ્યા હતા.