અંકલેશ્વર શહેરના ભરૂચીનાકા વિસ્તારમાં પારસી અગિયારી પાછળ પારસીવાડમાં રહેતા અને કન્સ્ટ્રકશનના વ્યવસાય સાથે સંકળાયેલ મઝુમ રૂસતમજી વીમા દલાલના પિતરાઈ ભાઈના દીકરાના લગ્ન પ્રસંગમાં મહેર મેન્શન નામના તેમના મકાનને બંધ કરીને પુના ગયા હતા. આ દરમિયાન તસ્કરોએ ડુપ્લીકેટ ચાવીથી મેન્શનના મુખ્ય દરવાજાનું તાળુ ખોલીને તસ્કરો અંદર પ્રવેશ્યાં હતાં. ઘરમાં પ્રવેશેલા તસ્કરોએ તિજોરી તથા લોકરો ખોલી તેમાંથી સોનાચાંદીના દાગીના તથા રોકડ રકમની ઉઠાંતરી કરી ફરાર થઈ ગયાં હતા