આજરોજ ભરૂચની શ્રધ્ધા સોસાયટી સામે આવેલ ગટરના ખુલ્લા ઢાંકણાને કારણે વાછરડું અંદર ખાબકયું હતું.આ અંગેની જાણ સ્થાનિકોએ ફાયર વિભાગમાં જાણ કરતા ફાયરની ટીમ સ્થળ પર દોડી આવી હતી.અને 6 કલાક ફાયર અને જીવદયા પ્રેમી રવિ કુશવાહા ચાર ઢાંકણામાં ચાર વાર ગટરમાં ઉતરી વાછરડાનું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી તેને બહાર કાઢી બચાવી લીધું હતું.આ કામગીરીમાં જીવદયા પ્રેમી ભાવિન દેસાઈ,ગૌ સેવક દાનુભાઈ સહિત ટીમ તેમજ ફાયરની ટીમે સહરાનીય કામગીરી કરી હતી.