દસાડા: સુરેન્દ્રનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચની કચેરીમાં દસાડા તાલુકાના આરોપીએ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યાની ઘટના બનતા ચકચાર મચી
સુરેન્દ્રનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચની કચેરીમાં ગળે ફાંસો ખાઈ અને આરોપીએ આપઘાત કર્યાની ઘટનાએ ચોકોર ચર્ચા જગાવી છે ત્યારે ઘટનાક્રમ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર ઝીંઝુવાડા ગામના ગજેન્દ્રસિંહ ઝાલા નામના વ્યક્તિને lcb દ્વારા બાઇક ચોરીના ગુન્હામાં બે દિવસ અગાઉ ધરપકડ કરી હતી જે બાદ આજે વહેલી સવારે lcb કચેરીમાં પોતાના શર્ટથી આપઘાત કરી લીધો હતો જે બાદ પરિવારજનો સુરેન્દ્રનગર ગાંધી હોસ્પિટલ દોડી ગયા હતા અને ત્યાં તેમણે લાશ સ્વીકારવાનો ઇન્કાર કર્યો હતો.