આણંદ શહેર: પોષણ અભિયાન અંતર્ગત આણંદ વાસ્મો દ્વારા ફિલ્ડ ટેસ્ટ કીટ અપાઈ આંગણવાડી કેન્દ્રો ખાતે પાણીની ગુણવત્તા ચેક કરવાનું નિદર્શન
સમગ્ર રાજ્યમાં પોષણ પખવાડિયાની ઉજવણી કરાઈ રહી છે,જે અન્વયે આણંદ જિલ્લામાં જિલ્લા કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરી અને જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી દેવાહુતીના દિશા નિર્દેશ મુજબ આણંદ જિલ્લાના વિવિધ ગામોમાં વાસ્મો દ્વારા પીવાના પાણીની ગુણવતા માટે ખાસ ધ્યાન આપવામાં આવેલ છે l. જેમાં ફિલ્ડ ટેસ્ટ કીટ (FTK ) દ્વારા ગ્રામ્ય કક્ષાએ જ પીવાનું પાણી ચકાસણી થાય તે માટે ગામોમાં આવી કીટ આપવામાં આવી છે. જેથી ગામમાંજ પીવાના પાણીની ગુણવતા જાણી શકાય.