રાજકોટ દક્ષિણ: જિલ્લા પંચાયતના સ્થળાંતર ખર્ચ મુદ્દે વિરોધ પક્ષો દ્વારા કરાયેલ આક્ષેપો અંગે પદાધિકારીઓ દ્વારા સ્પષ્ટતા કરાઈ
જિલ્લા પંચાયતના થયેલ સ્થળાંતર ખર્ચ મુદ્દે વિરોધ પક્ષ દ્વારા ભારે આક્ષેપો કરવામાં આવ્યા હતાં. આ વિશે આજે બપોરે 4:30 વાગ્યાની આસપાસ ઇન્ચાર્જ કાર્યપાલક ઇજનેર એસ. આર.પટેલે નિવેદન આપતા જણાવ્યું હતું કે, તમામ ખર્ચ અંગે પૂરતી તપાસ કરવામાં આવશે અને સંપૂર્ણ તપાસ સંતોષકારક પૂર્ણ થયા બાદ જ તમામ બિલોની ચુકવણી કરવામાં આવશે.