અંજારના વરસામેડીમાં આવેલી કિંમતી જમીન મૃત માલિકના નામનું બનાવટી પાવરનામું બનાવી બારોબાર વેચી મારવાના કૌભાંડમાં અંજાર પોલીસે વધુ એક આરોપીની ધરપકડ કરી છે.આ ગુનામાં કાવતરું રચી અન્ય આરોપીઓ સાથે સંકલન સાધનારા મુંબઈના મુલુંડના ૪૯ વર્ષિય પ્રકાશ પ્રેમજીભાઈ દૈયાને અંજાર પોલીસ મુંબઈથી પકડી લાવી છે.