મહેમદાવાદ: સિદ્ધિવિનાયક મંદિર સામે આવેલ વિઠ્ઠલ વિનાયક કન્ટ્રકશનના બે ડાયરેક્ટર દ્વારા 69વર્ષીય ધારાશાસ્ત્રી સાથે છેતરપિંડી આચરાઈ
સિદ્ધિવિનાયક મંદિર સામે આવેલ વિઠ્ઠલ વિનાયક કન્ટ્રક્ષનના બે ડાયરેક્ટરો દ્વારા 69 વર્ષીય ધરાશાસ્ત્રી સાથે છેતરપિંડીનો બનાવ. અમદાવાદના 69 વર્ષીય ધારાશાસ્ત્રીને ફ્લેટ પસંદ આવતા રૂ. 12 લાખ ભાવ નક્કી કરેલ હતો. જે પેટે રૂ. 5 લાખ ચેક મારફતે આપ્યા હતા. તેમ છતાં બે ડાયરેક્ટરો દ્વારા વૃદ્ધ ધારાશાસ્ત્રીને બાનાખત પણ કરી આપેલ નહી. ત્યારે આ બાબતે તપાસ કરાતા ફ્લેટ અન્ય વ્યક્તિને વેચાણ આપ્યો હોવાની હકીકત સામે આવતા પોલીસ દ્વારા ગુનો નોંધી તપાસ હાથ ધરાઈ હતી.