તળાજા: તળાજા પંથકમાં ઘરફોડ ચોરી કરતી આંતરજિલ્લા ટોળકી ઝડપાઈ, 12 લાખથી વધુનો મુદ્દામાલ કબજે
ભાવનગર જિલ્લા તેમજ અન્ય જિલ્લાઓમાં ઘરફોડ ચોરીના બનાવોને અંજામ આપતી કુખ્યાત ટોળકીને ઝડપી પાડવામાં ભાવનગર LCBને મોટી સફળતા મળી છે. તળાજા-પાલિતાણા ચોકડી પાસેથી બે મહિલા સહિત પાંચ આરોપીઓને ઝડપી પાડીને પોલીસે 12 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે. ભાવનગર LCBને મળેલી બાતમીના આધારે તળાજા-પાલિતાણા ચોકડી વિસ્તારમાં વોચ ગોઠવી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. દરમિયાન ઘરફો