ખંભાતના બેઠક મંદિરે શ્રી ગુંસાઈજીના 511મા જન્મદિવસની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી.જાગ્યા દર્શન, મંગળા દર્શન, ત્યારબાદ ઠાકોરજીને પારણાંમાં ઝૂલાવવામાં આવ્યા હતા.અને તિલકવિધિ કરવામાં આવી હતી.રાજભોગ દર્શન બાદ સમગ્ર વૈષ્ણવ ભક્તોને મહાપ્રસાદનો લાભ લીધો હતો.આ ઉપરાંત ખંભાત શહેરમાં શ્રી ગુંસાઈજીની શોભાયાત્રા (સવારી) નીકળી હતી.જે દરમ્યાન ભક્તિભાવ ગુણગાન સાથે મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા.મોટી સંખ્યામાં વૈષ્ણવ ભક્તોએ શ્રદ્ધાપૂર્વક જન્મોત્સવ ઉજવ્યો હતો.