નડિયાદ: મહાનગર નાગરિક સમિતિ દ્વારા રેલવે સ્ટેશન પર આવેલી પોસ્ટ ઓફિસનું સ્થળાંતર કરવા રજૂઆત કરાઈ
નડિયાદ મહાનગર નાગરિક સમિતિ દ્વારા શહેરની મુખ્ય પોસ્ટ ઓફિસમાં નડિયાદ રેલવે સ્ટેશન પર આવેલી પોસ્ટ ઓફિસના મકાનને બદલવા માટે રજૂઆત કરવામાં આવી છે જેથી સિનિયર સિટીઝન અને અન્ય નાગરિકોની પડતી સમસ્યાનો અંત લાવી શકાય મહત્વનું છે કે નડિયાદ શહેરના પશ્ચિમ વિસ્તારમાં અગાઉ પટેલ સોસાયટી ખાતે આ પોસ્ટ ઓફિસ કાર્યરત હતી બાદમાં તેની નડિયાદ રેલવે સ્ટેશનના પ્રથમ માળી ખસેડવામાં આવી છે જે બાદ સિનિયર સિટીઝનો ની પ્રથમ માળ સુધી પહોંચવામાં તકલીફ પડી રહી છે.