છેલ્લા બે દિવસના વિરામ બાદ આજે ગુરુવારે સવારથી જાંબુઘોડા સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ફરીથી કમોસમી વરસાદની શરૂઆત થઈ હતી વહેલી સવારથી આકાશમાં ઘેરા વાદળો છવાયા હતા અને ત્યારબાદ ધીમી ધારે વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક વ્યાપી ગઈ હતી આ કમોસમી વરસાદ ખેડૂતો માટે આશીર્વાદ કરતા અભિશાપ સાબિત થઈ રહ્યો છે.જાંબુઘોડા તાલુકામાં મોટા ભાગના વિસ્તારોમાં હાલ ડાંગર, ઘાસચારો અને એરંડા જેવા પાકો કાપણીની તૈયારીમાં હતા. અચાનક પડેલા આ વરસાદથી પાકને ભારે નુકસાન થયું છે.