ભિલોડા: ભિલોડાના ધનસોર ગામે પત્નીની હત્યા કરનાર પતિ ને ઝડપાયો.
ભિલોડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ધનસોર ગામે થયેલા હત્યાના ગુનામાં સંડોવાયેલા આરોપીને પોલીસે ઝડપી ઝેલ હવાલે કર્યો છે.મળતી માહિતી મુજબ જમવાનું બનાવાની બાબતે થયેલા ઝઘડામાં પતિએ પત્નીના મોઢામાં લોખંડની સાણસી ઘુસાડી ગંભીર ઇજાઓ કરી મોતને ઘાટ ઉતારી ફરાર થઈ ગયો હતો.ભિલોડા પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપી નાનચંદને ઝડપી પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.