આણંદ શહેર: આણંદમાં બોરસદ ચોકડી નજીક સરકારી જગ્યામાં પુનઃ ખડકાયેલા કાચા દબાણો દૂર કરાયા
પ્રાંત અધિકારી ડૉ.મયુર પરમાર જણાવે છે કે, બોરસદ ચોકડી નીચે સરકારી સર્વે નંબર છે, ત્યાં ભૂતકાળમાં દબાણ દૂર કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. ત્યાં ફરી નાના-મોટા દબાણ સ્થાપિત થતા આજે ફરીવાર વહીવટી તંત્રની ટીમ તેમજ મહાનગરપાલિકા દ્વારા જિલ્લા કલેકટરના આદેશ અનુસાર દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી છે. તમામ નગરજનોને વિનંતી છે કે, આણંદમાં ક્યાંય પણ સરકારી સર્વે નંબર હોય તો, ત્યાં તાત્કાલિક ધોરણે સ્વેચ્છાએ દબાણ દૂર કરી દેવામાં આવે.