વડોદરા/સાવલી અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર દ્વારા સાવલીના સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ગર્ભ સંસ્કાર કાર્યક્રમ યોજાયો. આ વિશેષ કાર્યક્રમમાં કુલ 65 ગર્ભવતી મહિલાઓએ ભાગ લીધો હતો. ગર્ભાવસ્થા દરમિયાન માતા અને ગર્ભસ્થ શિશુના સર્વાંગી વિકાસ માટે ગર્ભ સંસ્કાર વિધિનું મહત્વ સમજાવતા નિષ્ણાતો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું. કાર્યક્રમ દરમિયાન યોગ, પ્રાણાયામ, સકારાત્મક વિચાર, સંસ્કાર ગીતો તથા આયુર્વેદિક જીવનશૈલી અંગે માહિતી આપવામાં આવી હતી