અમદાવાદ શહેર: અમદાવાદ ક્રાઈમ ન્યૂઝ: ઓગણજમાં એક્ઝિબિશનના શેડમાં જુગાર રમતા 17 આરોપી ઝડપાયા, 13.10 લાખનો મુદ્દામાલ જપ્ત
અમદાવાદન ગોતામાં PCBએ ઇવેન્ટ અને એક્ઝિબિશનના ડેકોરેશનના પતરાના શેડવાડા ગોડાઉનમાં દરોડા કર્યા હતા.દરોડા દરમિયાન એક મહિલા સહિત 17 આરોપી જુગાર રમતા ઝડપાયા હતા. PCB દ્વારા જુગારીઓને ઝડપીને 13.10 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.PCBએ બાતમીના આધારે સોલા ઓગણજ ગ્રીન રિપોર્ટમાં ફર્નિચરના એક્ઝિબિશનના ડેકોરેશનના પતરાંના શેડ વાળા ગોડાઉનમાં દરોડા પાડ્યા હતા. દરોડા દરમિયાન એક મહિલા સહિત 17 જુગારીઓ જુગાર રમતા ઝડપાયા હતા.