સોજીત્રા: ઇષ્ણાવ ગામે તંત્ર દ્વારા ભરાયેલા વરસાદી પાણીના નિકાલની કામગીરી હાથ ધરાઈ, નાના મોટા દબાણો હટાવાયા
Sojitra, Anand | Sep 22, 2025 સોજીત્રા તાલુકાના ઇષ્ણાવ ગામે ગત દિવસોમાં પડેલા વરસાદને કારણે રસ્તા ઉપર પાણી ભરાઈ ગયા હતા. ગામના વણકરવાસ સહિત વિવિધ વિસ્તારમાં જવાનો આરસીસી રસ્તો પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. ગ્રામજનોએ ઉગ્ર રજૂઆત કરતા તંત્ર સફાળૂ જાગ્યુ છે અન જેસીબી મશીન દ્વારા પાણીના નિકાલ માટે કામગીરી હાથ ધરવામાં આવી છે.