લીંબડી રેલ્વે સ્ટેશન પર ભાવનગર સુરેન્દ્રનગર લોકલ રૂટની ટ્રેન મા કેટલાક ફેરીયાઓ ખોટી રીતે ટ્રેન માં ચડી મુસાફરો ને તકલીફ પડે એ રીતે વર્તન કરતા હોવાની ફરિયાદો ઉઠી હતી. લીંબડી સ્ટેશને ઉભી રહી ત્યારે ટ્રેનમાં ગેરકાયદે ચડી મુસાફરો ને તકલીફ પડે એમ ધક્કા મુક્કી કરી ગેરકાયદે પાસ પરમીટ કે ટિકિટ વગર ટ્રેનમાં ચડી તીખીદાળ ની ફેરી કરતો શખ્સ અશરફ રજાક ખ્યાણી ને રેલ્વે પોલીસે અટકાવી તલાશી લઇ ઝડપી પાડી કાયદેસર ની કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી છે.